Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે ચિત્ર સ્પર...

Read More..

ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે નિબંધ સ્પર...

Read More..

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત એસ. બી ગાર્ડા કોલેજમાં સ્વચ્...

Read More..

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..
View All

એસ. બી. ગાર્ડા કોલેજમાં LICની 70 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા નિમિત્તે નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ

03-09-2026

એસ. બી. ગાર્ડા કોલેજમાં LICની 70 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા નિમિત્તે નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ

એસ. બી. ગાર્ડા કોલેજ (આર્ટ્સ) અને પી. કે. પટેલ કોલેજ ઓફ કોમર્સ, નવસારી ખાતે તા. 03 સપ્ટેમ્બર, 2026ના રોજ વિદ્યાર્થીઓમાં જીવન વીમા તથા નાણાકીય જાગૃતિ કેળવવાના હેતુથી ડિબેટ કમિટી અને IQACના સંયુક્ત ઉપક્રમે ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની 70 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રાની ઉજવણીના સંદર્ભમાં નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ આ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં કુલ 25 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ "યુવા અને વિકસતા ભારતમાં જીવન વિમાનું મહત્વ”, “સૌના માટે વીમો : નાણાકીય સશક્તિકરણમાં LICની ભૂમિકા” તથા “ભારતના આર્થિક અને સામાજિક વિકાસમાં LICની ભૂમિકા" જેવા વિષયો પર પોતાના વિચારો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે LICના બ્રાન્ચ મેનેજર શ્રી પિયુષ દેસાઈ તથા આસિસ્ટન્ટ મેનેજર શ્રી પંકજ કુમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ. આશા પટેલે જવાબદારી નિભાવી હતી. તેમણે વિદ્યાર્થીઓના નિબંધોનું વિષયવસ્તુ, ભાષા, રજૂઆત, મૌલિકતા તથા વિચારશીલતાના આધારે મૂલ્યાંકન કર્યું હતું.

સ્પર્ધાના પરિણામમાં પ્રથમ ક્રમે પટેલ દ્રષ્ટિ (S.Y.B.A), દ્વિતીય ક્રમે મીર કૃપા (F.Y.B.A) અને તૃતીય ક્રમે શ્રીમલ્લા કિર્તિ (S.Y.B.Com.) વિજેતા જાહેર થયા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડિબેટ સમિતિના અધ્યક્ષશ્રી ડૉ. નેહા એ. હરિયાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ડિબેટ સમિતિના સભ્યો ડૉ. તૃષા ગજ્જર તથા ડૉ. પ્રીતી શાહના સંકલન અને સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.