Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે ચિત્ર સ્પર...

Read More..

ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે નિબંધ સ્પર...

Read More..

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત એસ. બી ગાર્ડા કોલેજમાં સ્વચ્...

Read More..

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..
View All

IQA Cell દ્વારા ‘પ્રવેશોત્સવ’નું આયોજન

18-07-2026

શિક્ષણ અને સંસ્કારનું ધામ ગાર્ડા કોલેજમાં પ્રવેશોત્સવ 
સાંપ્રત સમયમાં જીવનના પડકારોનો સામનો કરવા માટે  ઉચ્ચ શિક્ષણ પાયાની બાબત છે :  ધારાસભ્યશ્રી રાકેશ દેસાઈ

નવસારીની વિદ્યાર્થી પ્રિય ગાર્ડા કોલેજમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૦૨૭માં પ્રથમ વર્ષ બી.કોમ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે ઈન્ચાર્જ આચાર્યશ્રી ડો. ધર્મવીર એમ. ગુર્જર સાહેબના અધ્યક્ષ સ્થાને તારીખ ૧૮-૦૭-૨૦૨૬નાં રોજ IQA Cell દ્વારા ‘પ્રવેશોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્યશ્રી રાકેશ દેસાઈ સાહેબ અને અતિથિ વિશેષ તરીકે નવસારી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી જયેશકુમાર ઉપાધ્યાય સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત વિદ્યાર્થીની રીયા જાધવની પ્રાર્થનાથી થઈ હતી. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ડો. ધર્મવીર ગુર્જર સાહેબે સ્વાગત પ્રવચનમાં વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણ અને સંસ્કારની મહત્તા સમજાવી હતી. મહેમાનોનું પુષ્પગૃચ્છ, શાલ અને સ્મૃતિ ભેટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ડો. તેજસ મિસ્ત્રીએ કોલેજ વિશેની તમામ માહિતીઓનો ચિતાર પ્રેઝ્ન્ટેશન દ્વારા આપ્યો હતો. કમિશ્નરશ્રી જયેશભાઈ ઉપાધ્યાય સાહેબે વિદ્યાર્થીઓને ગોલ સેટિંગ, ટાઈમ મેનેજમેન્ટ, સાંપ્રત સમયની તકનીકોમાં પારંગતતા કેળવી આર્થિક રીતે પગભર બનવાની પ્રેરણા આપી હતી. ધારાસભ્યશ્રી રાકેશ દેસાઈ સાહેબે જીવનમાં આવતા તમામ પરિવર્તનોનો સામનો કરવા માટે હિંમતભેર આગળ વધીને દેશના વિકાસમાં ફાળો આપવાની હાંકલ કરી હતી. મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓનું સ્વાગત કરી આવકાર આપવામાં આવ્યો હતો. IQA Cellના કો- ઓર્ડીનેટર ડો. હિતેષ જે. પટેલ સાહેબના સંકલન દ્વારા કાર્યક્રમ સફળ થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ડો. તેજસકુમાર આર. મિસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમની સફળતા બદલ ટ્રસ્ટીશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.